22મો હપ્તો મેળવવો હોય તો ફટાફટ કરી લો આ કામ નહીં તો અટકી જશે ₹2000

જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના (PM-KISAN)ના લાભાર્થી છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. 22મો હપ્તો આવવાના પહેલા જો થોડી પણ માહિતી અધૂરી રહી ગઈ હશે, તો તમારા ખાતામાં આવનારા ₹2000 અટકી શકે છે. PM Kisan Yojana 22th Installment

દરેક હપ્તા પહેલા લાખો ખેડૂતોના પેમેન્ટ અટકી જાય છે. કારણ એક જ જરૂરી પ્રક્રિયા પૂરી ન થવી. સરકાર આ યોજના હેઠળ વર્ષમાં ત્રણ વખત ₹2000-₹2000ની રકમ સીધી DBT દ્વારા ખેડૂતોના બેન્ક ખાતામાં મોકલે છે, પરંતુ ફાયદો ફક્ત તેમને જ મળે છે, જે તમામ શરતો પૂરી કરે છે.

આ ખેડૂતોને નહીં મળે 22મો હપ્તો

કેન્દ્ર સરકાર દ્વારા કરોડો ખેડૂતોને PM કિસાન યોજનાનો લાભ આપવામાં આવે છે, પરંતુ હજુ પણ ઘણા ખેડૂતો એવા છે જેમને હપ્તો મળતો નથી. મોટા ભાગે તેના પાછળ ટેક્નિકલ કારણો જવાબદાર હોય છે.

જેઓ ખેડૂતોનું e-KYC હજુ પૂરું નથી, તેમનો હપ્તો રોકી શકાય છે. આ ઉપરાંત બેન્ક એકાઉન્ટ આધાર સાથે લિંક ન હોવું, ખોટો એકાઉન્ટ નંબર, નામમાં સ્પેલિંગ ભૂલ, IFSC કોડની ભૂલ કે પછી જમીનના રેકોર્ડ અપડેટ ન હોવા જેવા કારણોસર પણ પેમેન્ટ ફેલ થાય છે.

સરકારે સ્પષ્ટ કહ્યું છે કે યોજના ફક્ત લાયક ખેડૂતો માટે જ છે. જો દસ્તાવેજોમાં કોઈ પણ પ્રકારની વિસંગતતા જોવા મળે, તો નામ લાભાર્થી યાદીમાંથી કાઢી શકાય છે.

22મા હપ્તા પહેલા સ્ટેટસ ચેક કરવું કેમ જરૂરી?

દરેક હપ્તા પહેલા સ્ટેટસ ચેક કરવાથી તમને સમયસર ખબર પડી જાય છે કે પેમેન્ટ આવશે કે નહીં. જો કોઈ ભૂલ હશે, તો તેને તરત સુધારી શકાય છે. એકવાર હપ્તો રિલીઝ થયા બાદ સુધારો કરશો તો રકમ આવવામાં વધુ સમય લાગી શકે છે.

PM Kisan સ્ટેટસ કેવી રીતે ચેક કરવો?

સ્ટેટસ ચેક કરવા માટે સૌથી પહેલા pmkisan.gov.in વેબસાઇટ પર જાઓ અથવા PM Kisan મોબાઇલ એપનો ઉપયોગ કરો. હોમ પેજ પર તમને “Know Your Status”નો વિકલ્પ મળશે.

અહીં તમારો રજિસ્ટ્રેશન નંબર દાખલ કરો. જો નંબર યાદ ન હોય, તો “Know Your Registration Number” પર ક્લિક કરીને આધાર નંબર અથવા મોબાઇલ નંબર દ્વારા તેને મેળવી શકો છો. કેપ્ચા દાખલ કરીને “Get Details” પર ક્લિક કરો. ત્યારબાદ તમારી સંપૂર્ણ માહિતી સ્ક્રીન પર દેખાશે.

અહીંથી સ્પષ્ટ થઈ જશે કે 22મો હપ્તો મળશે કે નહીં, અને જો નહીં મળે તો કારણ શું છે.

ક્યારે આવશે PM Kisan નો 22મો હપ્તો?

PM Kisan નો 21મો હપ્તો નવેમ્બર મહિનામાં આવ્યો હતો. એ મુજબ આગામી 22મો હપ્તો ફેબ્રુઆરી મહિનાની આસપાસ આવવાની સંભાવના છે. જોકે, સરકાર તરફથી હજી સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી.

ખેડૂતો માટે જરૂરી સલાહ

હમણાં જ તમારું e-KYC, બેન્ક ડિટેઇલ્સ અને જમીન રેકોર્ડ ચેક કરી લો. થોડી બેદરકારી પણ ₹2000 અટકાવી શકે છે. સમયસર સુધારો કરશો તો હપ્તો સમયસર ખાતામાં જમા થવાની સંભાવના વધશે.

Leave a Comment

💵S$300 👉 Claim Here!