એક નાનું કામ કરાવવા માટે આખો દિવસ બગાડી નાખવો પડે. આધાર કાર્ડમાં મોબાઇલ નંબર બદલવો હોય, તો સેન્ટર શોધવું, લાઈનમાં ઊભા રહેવું, ફોટોકૉપી કરાવવી… અને અંતે થાક. Aadhaar App launched today
પણ હવે એ દિવસો પૂરા થવા જઈ રહ્યા છે.
આધાર કાર્ડ ધારકો માટે નવું Aadhaar App આજે લોન્ચ થવા જઈ રહ્યું છે. UIDAI પોતે આ બાબતની માહિતી આપી ચૂકી છે. આ નવું એપ માત્ર અપડેટ નથી, પણ લાખો લોકો માટે સાચી રાહત બની શકે એવું છે.
નવું Aadhaar App શું છે અને કેમ ખાસ છે?
UIDAI દ્વારા જાહેર કરાયેલ માહિતી મુજબ, 28 ફેબ્રુઆરીએ Aadhaar Appનું ફુલ વર્ઝન લોન્ચ થશે. અત્યાર સુધી એપ સ્ટોર પર જે એપ હતી, તેમાં ફક્ત થોડાં ફીચર્સ કામ કરતા હતા.
- પણ હવે ફુલ વર્ઝન સાથે એપમાં એવા ફીચર્સ આવી રહ્યા છે, જે રોજિંદી મુશ્કેલીઓને સીધા દૂર કરે છે.
- ઘરે બેઠા કામ થાય, ડેટા સુરક્ષિત રહે અને આધાર સાથે જોડાયેલા કામ સરળ બને — એ જ આ એપનો હેતુ છે.
- ઘરે બેઠા આધાર પર મોબાઇલ નંબર બદલવાની સુવિધા
આ સૌથી મોટી રાહત છે.
હમણાં સુધી આધાર પર મોબાઇલ નંબર બદલવો હોય, તો આધાર સેન્ટર જવું જ પડતું હતું. ભીડ, સમય અને વારંવાર ચક્કર… બધું સહન કરવું પડતું હતું.
પણ નવું Aadhaar App આવ્યા પછી હવે ઘરે બેઠા જ આધાર પર રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અપડેટ કરી શકાય છે. UIDAIએ પોતે આ ફીચરની પુષ્ટિ કરી છે.
ઘરે બેઠા આધાર પર મોબાઇલ નંબર બદલવાની સુવિધા